ગઈકાલે વિશ્વ મહિલા દિવસ હતો. અને બધાએ જોર શોરથી મહિલા દિવસની ઉજવણી કરી. આ નિમિત્તે એક સંવેદનશીલ નારી જે કવયિત્રી પણ છે તેની વ્યથા જોઈએ.
“સતત સંઘર્ષ ચાલતો આવ્યો છે
‘નારી તું નારાયણી’ અને ‘નારી નરકની ખાણ’ વચ્ચે!
હું અથડાતી રહું છું,
પણ
આજે મારે પ્રામાણિક બનવું છે.
મારી સંવેદનાઓની સાર્થકતા શોધવી છે,
મારી અનુભૂતિઓને આકારવી છે,
મારી સૂક્ષ્મ ઝંખનાઓને ઝંકારવી છે,
મારા અસ્તિત્વના અર્થને પામવો છે.
પણ
મને તો આવડે છે લાગણીઓનું દમન.
ત્યાગમૂર્તિ થઈને સંવેદનાઓનું તર્પણ કરી
શકું છું હું
અને
પછી
અટવાઉં છું
અથડાઉં છું
‘સ્વ’ અને ‘સર્વ’ની વચ્ચે!!”
( “શક્યતા” )
nobody can compete woman in her role of mother.she is in real sense the sacrificer for d family and especially her children whether they care for her or not.
gohil_jaydev_2008@yahoo.com
સુદર અર્થ સંપત્તિ ધરાવતું કાવ્ય…