આવ ને, રમીએ હોળી…

image006

આવ ને,

સખી

રમીએ હોળી

લાલ-પીળાવાદળી ને કેસૂડાંના રંગે

ચાલ ને,

મનમાં ભાવો અને લાગણીની

લાણ કરીએ,

દે…મારા હાથમાં હાથ તારો

અને

તારું રોમેરોમ રંગી નાખું,

પ્યારના સાગરમાં ડુબાવું

અને

મીઠું મોં કરાવું ખજૂર, પેંડાથી

એમાં ધાણીના સ્વાદ વચ્ચે

આવ ને, રમીએ હોળી


( અજ્ઞાત )

2 thoughts on “આવ ને, રમીએ હોળી…

 1. યાદ આવી ગઈ ..
  ——————
  મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ,
  ચાલને રમીએ પળ બે પળ.

  હું રહેવાસી પત્થરનો, ને તારું સરનામું ઝાકળ,
  ચાલને રમીએ પળ બે પળ.

  થોડી ઉઘડે મારી ઇચ્છા. થોડી ઉઘડે તારી પણ.
  હું અહીંથી આકાશ મોકલું. તું પીંછાથી લખ સગપણ.
  આજ અચાનક દૂર દૂરથી, આવીને ટહૂકે અંજળ.
  ચાલને રમીએ પળ બે પળ.

  રમતાં પહેલાં ચાલ તને હું, આપી દઉં થોડી સમજણ.
  રમતાં રમતાં ભુલી જવાનું, દેશ વેશ સરનામું પણ.
  બુંદબુંદમાં ભળી જવાનું. વહી જવાનું ખળ ખળ ખળ.
  ચાલને રમીએ પળ બે પળ.

  – કૃષ્ણ દવે

  આ કાવ્યમાં ઇશ્વર સાથે સખા ભાવને બહુ જ સુંદર રીતે કવિએ વ્યક્ત કર્યો છે. બાળકને કોઇ ગુરુતા કે લઘુતા ગ્રંથી નથી હોતી. તેને પોતાની ચીજનું બહુ જ ગૌરવ હોય છે. પણ આ તો આધેડ વયના બાળકની કવિતા છે. કવિ સારી રીતે જાણે છે કે તે જેને પોતાનો ઢગલો કહે છે , તે તો રેતીનો- શુષ્ક છે. તેના સખા પાસે તો નાનો ખોબો જ છે – પણ છે પાણીનો- જીવનનો ! આકાશનો સંદર્ભ આપીને કવિ પોતાના ખાલીપણાને વ્યક્ત કરે છે અને પોતાના અમાપ ઓરતાને પણ દર્શાવે છે.
  અને જુઓ તો ખરા .. મોટા ભા થઇને રમવાની શરતો પણ સાવ બાળકની જેમ પોતે જ નક્કી કરે છે.પણ તેમાં પણ ઇશ્વર સાથે એકાકાર થઇ જવાની ભાવના કેવી સરસ રીતે વ્યક્ત કરી છે?

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.