ત્રણ લઘુ કાવ્યો

આપણાં સંબંધમાં

પહેલાં વાતો ખૂટતી નહોતી

અને હવે

મૌન ખૂટતું નથી

*

આપણા સંબંધોમાં

હું વાંસળી બની

છેદાઈ ગયો,

પણ તેં ફૂંક જ ન મારી

*

આજ દિવસ સુધી

મેં કલમથી હિંસા કરી નથી,

છતાં મારા હાથમાં

આ છરી કોણ મૂકી ગયું?


( કિશોર શાહ )

One thought on “ત્રણ લઘુ કાવ્યો

  1. તમે જાણો જ છો કે ગદ્ય મારો ગમતીલો સાહિત્ય પ્રકાર છે પરંતુ એનો મતલબ એ નથી કે પદ્યનો પ્રવાસ જ નથી કરતો.. આ લઘુ કાવ્યો ખરેખર ગમ્યા.

    એક નાનકડું સુચન કરુ? રચયિતાના નામની સાથે સાથે સોર્સ પણ લખો તો કેમ રહે? જેમ કે કયા પુસ્તક, મેગેઝિન, અખબાર કે અન્ય મિડિયા પાસેથી મળયુ.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.