જ્યારથી લોકો બધા

જ્યારથી લોકો બધા વાદે ચડ્યા ઈમેઈલના,

જોવા પણ મળતા નથી હસ્તાક્ષરો ફીમેલના.

તું હમેશાં કાલ પર ટાળે છે આખી વાતને,

આમ તું મળવાની મુદત રોજ પાછી ઠેલના.

તું હવે જોજે પવનનાં ટોળેટોળાં આવશે,

મીણબત્તીએ કરી છે સૂર્યની અવહેલના.

લોક કેછે, મોરનાં ઈંડાં ચીતરવાં ના પડે

પણ હું પૂછું છું કે, ઈંડાં મોરનાં કે ઢેલનાં.

સાવ ઘેંટાબકરાં જેવા છે ખલીલ આ માણસો,

પાંદડાં ચાવે છે એ પણ રોજ નાગરવેલનાં.


( ખલીલ ધનતેજવી )

7 thoughts on “જ્યારથી લોકો બધા

 1. લોક કે’છે, મોરનાં ઈંડાં ચીતરવાં ના પડે
  પણ હું પૂછું છું કે, ઈંડાં મોરનાં કે ઢેલનાં.

  સાવ ઘેંટાબકરાં જેવા છે ખલીલ આ માણસો,
  પાંદડાં ચાવે છે એ પણ રોજ નાગરવેલનાં.

  વાહ આ પંક્તિઓ બહુ ગમી

 2. તું હવે જોજે પવનનાં ટોળેટોળાં આવશે,

  મીણબત્તીએ કરી છે સૂર્યની અવહેલના.

  khuub saras

 3. સાવ ઘેંટાબકરાં જેવા છે ખલીલ આ માણસો,

  પાંદડાં ચાવે છે એ પણ રોજ નાગરવેલનાં.

  Great I like It This Lines Most

  Very Nice

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.