ઝવેરી જોઈએ

ફૂલના રંગોને પહેરી જોઈએ.

એક સપનાને ઉછેરી જોઈએ.

આપણા ઈતિહાસને શણગારવા,

પૃષ્ઠ એકાદું ઉમેરી જોઈએ.

ગામ આખું ફેશનેબલ થઈ જશે,

ગામમાં એકાદ શહેરી જોઈએ.

મિત્ર સાચી વાત કહી શકતા નથી,

કોઈ દુશ્મન, કોઈ વેરી જોઈએ.

ફૂલની ફરિયાદ સાંભળશે બધાં,

કંટકોને પણ કચેરી જોઈએ.

આંકવા હમદમ ગઝલની આબરૂ,

શબ્દનો કોઈ ઝવેરી જોઈએ.( તુરાબ ‘હમદમ’ )

5 thoughts on “ઝવેરી જોઈએ

 1. મિત્ર સાચી વાત કહી શકતા નથી,

  કોઈ દુશ્મન, કોઈ વેરી જોઈએ.

  ફૂલની ફરિયાદ સાંભળશે બધાં,

  કંટકોને પણ કચેરી જોઈએ.

  wahhhhhhhhhhh khuub saras che..

 2. આંકવા ‘હમદમ’ ગઝલની આબરૂ,
  શબ્દનો કોઈ ઝવેરી જોઈએ.
  Wah Turabbhai..Wah..wonderful presentation by Heena..its very much apealing in big type.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.