સંધ્યા : પ્રશ્નોત્તર

હમણાં હમણાં કહ્યું મને

ડૂબતા સૂર્યે-

રંગ આ કાચા છે

કહ્યું નદીએ પણ

હા, હમણાં ઊતરી જશે.

આટલી વિરાટ સુષમા,

આટલું સૌંદર્ય

વારંવાર અંકિત થશે

લુપ્ત થવા માટે?

પૂછ્યું મારા મોહે.

જવાબ મળ્યો-

હા, નવાં-નવાં રૂપોમાં

ફરી-ફરીને પામવાનું સુખ

વારંવાર ખોવાયા વગર ક્યાં મળે છે?

પાઠ આ શાશ્વત છે

અમે તો દોહરાવશું.


( સર્વેશ્વરદયાલ સક્સેના, અનુવાદ:સુશી દલાલ )

6 thoughts on “સંધ્યા : પ્રશ્નોત્તર

 1. વાહ વાહ ખુબ સરસ આપની દરેક પોસ્ટ ખુબ જ સરસ હોય છે

 2. વાહ વાહ ખુબ સરસ આપની દરેક પોસ્ટ ખુબ જ સરસ હોય છે

 3. વાહ વાહ ખુબ સરસ આપની દરેક પોસ્ટ ખુબ જ સરસ હોય છે

 4. fari-fari ne pamvanu sukh
  varamvar khowaya vagar kya male chhe ?
  pathh aa shaswat chhe.
  ame to dohravashu…..kharekhar sundar kaveeta.

  Chandra.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.