એકબીજામાં ખોવાશું

એકબીજામાં ખોવાશું ને સામે કાંઠે મળશું.

થોડું ઝરમર ઝરમર, થોડું મુશળધારે ભળશું.

અડવાનું ને ઓગળવાનું

તરવાનું ને તારવવાનું,

પ્રેમમાં બીજું શું કરવાનું

એક્બીજાને આવરવાનું.

રેતીના કિલ્લાઓ ઉપર ધ્વજ થઈને ફરફરશું.

નભને પાંખોમાં સંકેલી

પંખીઓએ રચી હવેલી,

એને ક્યાંથી ભૂલી શકીએ

ખિસકોલી જે ઘરમાં રહેલી.

પંખીઓનો પહેલોવહેલો ટહુકો થઈ અવતરશું.( હિતેન આનંદપરા )

4 thoughts on “એકબીજામાં ખોવાશું

 1. ok very very good
  એકબીજામાં ખોવાશું ને સામે કાંઠે મળશું.

  થોડું ઝરમર ઝરમર, થોડું મુશળધારે ભળશું.

  અડવાનું ને ઓગળવાનું

  તરવાનું ને તારવવાનું,

  પ્રેમમાં બીજું શું કરવાનું

  એક્બીજાને આવરવાનું.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.