કોઈનું બૂરું Mar27 કોઈનું બૂરું કરવું નહીં કોઈનું બૂરું ઈચ્છવું નહીં કોઈનું શાંત સરોવર: એમાં ખારા જળને ભરવું નહીં. કોઈને મારગ ઝાડ કે ફળો આપણે આપણે રસ્તે ચલો આપણે હરિને માથે રાખી આપણે આપણો માળો ભલો કોઈના સુખે રડવું નહીં કોઈના દુખે હસવું નહીં. કોઈની એવી માયા નહીં કોઈની એવી છાયા નહીં કાંઈ કશું નહીં વળગે, સળગે: કોઈના અહીં પડછાયા નહીં આપણે આપણું આભ ને ધરા ક્યાંય પણ જરાય ડરવું નહીં. ( મુંજાલ શ્રોફ )
saras vat
Khub j sars chhe.