….નહીં આપે

સભામાં આપશે પણ એ હ્રદયમાં સ્થાન નહીં આપે,

મિલાવે હાથ પણ ભેટી તને સન્માન નહીં આપે.

પૂજા તારી થશે કાં રામ અડશે એ જ ચિંતાથી,

જગત, પથ્થર થવાનું પણ તને વરદાન નહીં આપે.

મેં રાજી રાખવા મારો જ અંગત ચાંદ પણ આપ્યો,

મને થોડી ખબર એ રાત ઉપર ધ્યાન નહીં આપે.

પછી શું કામ મારા હાથ ફેલાવું જગત પાસે,

જગતનો એક પણ માણસ મને ભગવાન નહીં આપે.

ખુદા જેવો મેં સોદાગર હજુ જોયો નથી યારો,

એ મોંઘી જિંદગી લીધા વિના અવસાન નહીં આપે.

( મુકેશ જોશી )

2 thoughts on “….નહીં આપે

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.