તડકાને પહેરી શહેરમાં ભટકે એ કોણ છે?
સાંજે તરસને હોઠમાં ચગળે એ કોણ છે?
આખો દિવસ તો શહેરમાં રમતા હતા બધા,
પરસેવો પીને રાતના લથડે એ કોણ છે?
સાવ જ અજાણ્યા લોકની વચ્ચે હતા બધા,
વહેલી સવારે કોકને પૂછે એ કોણ છે?
છાતીમાં કાંઈ થાય તો આંસુ વહાવીએ,
ખાલી થયેલ પોતે ખૂંચે એ કોણ છે?
ડૂચો વળેલા દેહને નાખી પલંગમાં,
પડખું ફરીને ઊંઘમાં કણસે એ કોણ છે?
( કૈલાસ પંડિત )
Saras chhe.
Very nice
are wah ketali sundar,,,chhe….