રાજાનું મન Apr12 રાજાનું મન રાણીમાં છે, આખી દુનિયા પાણીમાં છે. પાંચાલી છે નામ ગઝલનું; કવિઓ ખેંચતાણીમાં છે. સાચું છે તે હૈયાભીતર; ભ્રામક સઘળું વાણીમાં છે. તલમાં તો છે તેલ છલોછલ, વાંક બધો આ ઘાણીમાં છે. ’બાલુ’ સૌને માપી તો જો; કોણ કેટલા પાણીમાં છે. ( બાલુભાઈ પટેલ )
are, talma to chhe tel chhalo chhal wank badho aa ghani ma chhe,, BALU” saune maapi to jo kon ketala panima chhe. KHUBAJ SUNDAR…… Reply
are, talma to chhe tel chhalo chhal
wank badho aa ghani ma chhe,,
BALU” saune maapi to jo
kon ketala panima chhe.
KHUBAJ SUNDAR……
Sarash chhe.