પાણીમાં પ્રતિબિંબ

પાણીમાં પ્રતિબિંબ મારું દેખાય

પણ રૂપ શાને તારું હું દેખું

કહે સખી, તને હું શી રીતે રેખું?

ઝરણાંરૂપે મળી ગઈ તું મને,

દૂર દૂર સરતાં અચાનક

ડૂબતાં ને જાણે તરણું મળ્યું, ને

બસ, ડગલે ને પગલે તું રોનક;

મારી છાયા મને તારી જ દેખાય,

કહે.. ડાળી થૈ ક્યાં હવે ઝૂકું?!

પાણીમાં પ્રતિબિંબ મારું દેખાય

પણ રૂપ શાને તારું હું દેખું…

ફોરમ રૂપે મળી ગઈ તું  મને,

જીવનના ઉદ્યાને ઘૂમતાં

મારી તૃષા હવે તું થી છીપાય

કહે હું ને તું ક્યાં નથી ઝૂમતાં?

ઝૂરવું ને ઝૂમવું સરખું લાગે છે

કહે, તારી યે હા અહીં મૂકું?

પાણીમાં પ્રતિબિંબ મારું દેખાય

પણ રૂપ શાને તારું હું દેખું

( માધુરી દેશપાંડે )

4 thoughts on “પાણીમાં પ્રતિબિંબ

 1. I m surprise as in this world who care like this love no one care they need only and only sex so ur way of thinking to rotet self here is fantastic if the same will read he surprise to have love like this,good, very very good,fantastics thinking.

 2. પાણીમાં પ્રતિબિંબ મારું દેખાય

  પણ રૂપ શાને તારું હું દેખું
  Nice words starting a nice Rachana !
  Heenaben, see you on Chandrapukar !

 3. super the best

  ઝૂરવું’ ને ‘ઝૂમવું’ સરખું લાગે છે

  કહે, તારી યે ‘હા’ અહીં મૂકું?

  પાણીમાં પ્રતિબિંબ મારું દેખાય

  પણ રૂપ શાને તારું હું દેખું

  ( માધુરી દેશપાંડે )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.