યાદ તને?

કોઈ જમાનામાં આમ જ

નજરો તો મળીતી, યાદ તને?

પડદા તૂણીને પાંપણના

ત્યાં રાત ઢળીતી યાદ તને?

ઊંચી મહેલાત તણી નીચે

જમઘાટ ભણી, જમણે પડખે

બસ, આમ નદી વહેતી-વહેતી

વચ્ચે જ વળીતી, યાદ તને?

એ માલમ મારું નામ લઈ

બોલાવી રહ્યોતો તૂતક પર,

બે-ચાર ઘડી સાકર જેવી

સાથે ચગળીતી, યાદ તને?

એ ચાલ છનકતા ઘૂંઘટની

એ વેણુની મસ્તાન લહર,

કેવી તો ચોર બજારેથી

છટકી નીકળીતી, યાદ તને?

કંઠીને તોડી-વછોડીને

કાદવથી છલકાતી કાયે,

મશહૂર મહંતોની કિરપા

ભરપૂર ફળીતી, યાદ તને?

( મકરંદ દવે )


4 thoughts on “યાદ તને?

  1. બે-ચાર ઘડી સાકર જેવી

    સાથે ચગળી’તી, યાદ તને?

    ખુબ જ સરસ છે.

    regards,
    anayas

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.