ભીતર વળશો ક્યારે?

ભીતર વળશો ક્યારે?

નયણાં! ઢળશો ભીતર ક્યારે?

બાહ્ય પદારથ બહુ બહુ જોયા,

ભટકી બહારે બહારે

અંતર શોધ ચલવવા હાવાં

ભીતર વળશો ક્યારે?

નયણાં! ઢળશો ક્યારે?

જગ પરથી વાળી લઈ તમને

ઢાળું જ્યાં જગ પારે

ત્યાં પળમાં તો કહીંય પહોંચો

ચંચળ ના ઓછાં રે!

નયણાં! ભીતર ઢળશો ક્યારે?

શંખ છીપ અસંખ્ય વીણ્યાં અહીં

સાગરને પડથારે

મોતી લેવા મહેરામણમાં

કરશો મજ્જન ક્યારે?

સાધનરૂપ ગણ્યાંતાં તમને

બંધન આજ બન્યાં રે;

હરિદર્શન આડે કાં આવો,

નયણાં ઓ મારાં રે?

નયણાં! બંધ થશો અવ ક્યારે?

( દેવજી રા. મોઢા )

[ઈ.સ. ૧૯૧૩]

કૃતિઓ: પ્રયાણ, શ્રદ્ધા, આરત, અનિદ્રા, વનશ્રી, રાધિકા વગેરે

3 thoughts on “ભીતર વળશો ક્યારે?

  1. સાધનરૂપ ગણ્યાં’તાં તમને

    બંધન આજ બન્યાં રે;

    હરિદર્શન આડે કાં આવો,

    નયણાં ઓ મારાં રે?

    GREAT….

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.