લઘુકાવ્યો Apr20 ૧. ઉપર જ્યારે આકાશ હોતું નથી ધરતી પર ત્યારે પગ સ્થિર રહેતા નથી ડગમગતા પગ ને ડગમગતો જીવ ક્યાંય ઠરતા નથી ઉપર જ્યારે… ૨. દરિયાકાંઠાની ખારોપાટ જમીન જેવું : જીવવું રણની ઊડતી વંટોળાતી રેતી જેવું : હસવું જળવિહીન તળાવની તિરાડો જેવું : રડવું : તારી વગર ૩. ઠંડીના સપાટાએ નગર આખું ટૂંટિયું વાળીને પડ્યું છે રસ્તા બધા સૂમસામ : તારી વગર. ( જયા મહેતા )