‘શહેરનો સૂબો તે ક્યારે આવશે રે?’
મારો મનસૂબો ક્યારે કહો ફાવશે રે?
એ તો કાચની લાવશે બંગડીઓ
એમાં ચાંદલો મારો રણકે રે;
એ તો ઝીણી મલમલ લાવશે રે,
એમાં વેદના મીઠી સણકે રે
એ તો શાણો થઈને આવશે રે,
મને આખેઆખી શોભાવશે રે.
મેડીમાં મેલશું શહેરની અગાશી,
ને અગાશીમાં ચાંદનીનાં પૂર;
શરદ પૂનમની રાત આખી પી જઈને,
રાતરાણી સૂતી ચકચૂર;
જાણે આજનો ઉજાગરો બળતો બપોર,
પછી જાગરણમાં આંખ મારી જાગશે રે.
( સુરેશ દલાલ )
[પ્રથમ પંક્તિ લોકગીતની છે]
KHUB SARSH LOKGEET CHHE. EK VIRAHNI VAT KHUB SARAS RITE RAJU KARVA MA AVI CHHE.