હાઈકુ

થયો સૂર્યાસ્ત

ફરજ પર ચઢ્યો

ગોખલે દીવો.

*

ભરબપોરે

ઝાડ પર પાંદડાં

શોધે છાંયડો.

*

અનરાધાર

વર્ષા, માનવહૈયાં

કોરાં ને કોરાં.

*

પવન ગાતો

હાડરડું, ફૂલડાં

પોઢે બાગમાં.

*

શહેર વચ્ચે

લાઈટના થાંભલે

આગિયો ઝૂરે.

*

ઝૂકે બોરડી

કેટલાંયે વર્ષોથી

રામને જોવા.

*

ભરબપોરે

પરસેવે નહાતો

બરફવાળો.

*

એક બુલેટ

ત્રણ ગોળી, વીંધાયું

સત્ય હે રામ!

*

ખભે કુહાડી

વાડીમાં થર થર

કાંપતું ઝાડ.

*

છેલ્લું સ્ટેશન

બહાર કોલાહલ

ભીતર શાંતિ.

*

કંપે ધરતી

ઢગલામાંથી શોધે

ઘરવખરી.

*

ધન્ય ઊર્મિલા

ઓળંગી નહીં કદી

લક્ષ્મણરેખા.

( ધનસુખલાલ પારેખ )

7 thoughts on “હાઈકુ

  1. છેલ્લું સ્ટેશન બહાર કોલાહલ ભીતર શાંતિ. this is true about every life in this world

Leave a Reply to DR.ANJANA Cancel reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.