ખોલી દઈ બારી પથારીમાં હું
બેઠો-પડેલું લઈ છાપું વાંચું.
મને વળી શું થયું કૈંક પાછું?
લાગ્યો બધો બેઠકખંડ જોવા…
કબાટ, ઘોડા, અભરાઈ, ફોટા,
શો કેસ, સોફા–કમ–બેડ, એશટ્રે
ટિપોય ને ટેબલસેટ–રેડિયો.
-દીધું સજાવી ઘરમાં ઘણું ઘણું
-એટલામાં
આવ્યું અહીં એક ઊડી પતંગિયું
બેઠું ન બેઠું ફફડાવી પાંખો
ઘડીકમાં તો ઘર ઊંચકી બધું
ચાલ્યું ગયું બારી બહાર ક્યાંક…
હું સ્તબ્ધ-માટીઢગ શો ઠરી ગયો
ને ચીસ પાડી સળગી જ ઊઠ્યું
છાપું…
( રામચન્દ્ર બ. પટેલ ‘સુક્રિત’ )
ghadikma to char unchaki badhu
chalyu gayu baari bahar kyank
kharekhar sundar.