કેવા દિવસો આવ્યા છે


એકે ડાળે પાન નથી, આ કેવા દિવસો આવ્યા છે
કોઈ ગળામાં ગાન નથી, આ કેવા દિવસો આવ્યા છે


રાત-દિવસ એ માત્ર ફૂલોની લેવડદેવડ કરશે પણ
ફોરમની પહેચાન નથી, આ કેવા દિવસો આવ્યા છે


વાદળ, સરિતા, કૂવો, ખેતર ને આંખો કે વાતોમાં
જળનું અનુસંધાન નથી, આ કેવા દિવસો આવ્યા છે


કાં તો બાજી કાં તો પ્રલોભન કાં તો એ હથિયાર હશે
ચહેરા પર મુસ્કાન નથી, આ કેવા દિવસો આવ્યા છે


ઝાંખુપાંખું બે ક્ષણ ચમકે એને દુનિયા પૂજે છે
સૂરજનું સન્માન નથી, આ કેવા દિવસો આવ્યા છે


( હેમેન શાહ )

5 thoughts on “કેવા દિવસો આવ્યા છે

  1. khubaj saras kavita ,,
    chahera par muskaan nathi ,aa keva diwaso aawya chhe
    surajnu sanman nathi aa keva divaso aavya chhe,

Leave a Reply to Chandra Cancel reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.