દાગ દેખાતા હતા May2 દાગ દેખાતા હતા દૂરથી દિવસના ગાલ પર એટલે હસતો રહ્યો અંધાર એના હાલ પર આપણે એથી જ એકે યુદ્ધ ના જીતી શક્યા કેમ કે આધાર રાખ્યો આપણે બસ ઢાલ પર લ્હેરખીની આંખમાં લુચ્ચાઈ ફૂટતી જોઈને પંખીએ મૂકી દીધો માળો અધૂરો કાલ પર નાવનો તો આમ જોકે ખાસ કંઈ વાંધો નથી પણ ભરોસો ના જ કરતો તું નદીની ચાલ પર આજ કરફ્યુગ્રસ્ત હો આખ્ખું નગર તો ના નહીં કોરડા વીંઝે છે જો સૂરજ હવાની ખાલ પર. ચંદ્રેશ મકવાણા (નારાજ)
very good પણ ભરોસો ના જ કરતો તું નદીની ચાલ પર આજ કરફ્યુગ્રસ્ત હો આખ્ખું નગર તો ના નહીં કોરડા વીંઝે છે જો સૂરજ હવાની ખાલ પર. ( ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ ) Reply
માણ્યા કર કૃતિને તું મજેથી, ન આમ ધમાલ કર વારી ગયો ‘નટવર’ તો બ્લોગની હર કમાલ પર લો હું પણ કવિ થઈ ગયો !! Reply
very good
પણ ભરોસો ના જ કરતો તું નદીની ચાલ પર
આજ કરફ્યુગ્રસ્ત હો આખ્ખું નગર તો ના નહીં
કોરડા વીંઝે છે જો સૂરજ હવાની ખાલ પર.
( ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ )
pankhie muki didho mado adhuro kaal par
naavno to aam joke khas kai wandho nathi
khubaj saras
આપણે એથી જ એકે યુદ્ધ ના જીતી શક્યા
કેમ કે આધાર રાખ્યો આપણે બસ ઢાલ પર
saras
માણ્યા કર કૃતિને તું મજેથી, ન આમ ધમાલ કર
વારી ગયો ‘નટવર’ તો બ્લોગની હર કમાલ પર
લો હું પણ કવિ થઈ ગયો !!
દાગ દેખાતા હતા દૂરથી દિવસના ગાલ પર
એટલે હસતો રહ્યો અંધાર એના હાલ પર
bahu sarase