ન દ્વિધામાં પડ, તું વલણ લઈ નીકળ;
જીવન લઈ નીકળ યા મરણ લઈ નીકળ.
ખભે આખેઆખું ન રણ લઈ નીકળ,
હથેળીમાં એક રેતકણ લઈ નીકળ.
સંબંધોને ત્યાગી સ્મરણ લઈ નીકળ,
તું સ્પર્શોને છોડી દે, વ્રણ લઈ નીકળ.
હવાઓ જગતની ન સ્પર્શે તને,
તું તારું જ વાતાવરણ લઈ નીકળ.
વજન લઈ સમયની ગલીમાં ન જા !
તું ક્ષણ લઈ પ્રવેશી જા, ક્ષણ લઈ નીકળ.
ક્ષિતિજ પાર પહોંચ્યા ‘રઈશ’ તારા શબ્દ,
હવે તુંય પોતે ચરણ લઈ નીકળ.
( ડો. રઈશ મનીઆર )
સરસ વાંચ્યુ અને મજા પડી વાંચવાની
ચાલે કામે ચઢ નટવર,એનું સ્મરણ લઇ
V.V.NICE
GUD.
have tuy pote charan lai nikad,,,,
kahakhar aanand anubhavo.
CH@NDR@