દંભ નામે


દંભ નામે દેશમાં પેદા થતી તલવારનો
આપણે હાથો છીએ બસ એમના હથીયારનો


બદનજર નાખે જ શેનો ભૂલથીયે આ પવન
રેડ એની આંખમાં તેજાબ પેલ્લી ધારનો


હું તને ભૂલી ગઈ છું તું મને ભૂલી જ જા
એટલો ઉત્તર મળ્યો માએ લખેલા તારનો


મેં જરા અમથી હલાવી પાંખ પિંજરમાં જ ત્યાં
એમણે ચીંધી બતાવ્યો ચોપડો ઉપકારનો


બસ અમે તો રોટલાથી રોટલા વચ્ચે જીવ્યા
ખ્યાલ અમને હોય ક્યાંથી વાર કે તહેવારનો


એક તરણું ભૂલથી અડકી ગયું શું આભને
ટોચને મુદ્દો મળી ગ્યો ખીણથી તકરારનો


( ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ )

4 thoughts on “દંભ નામે

 1. આપે તો એક વાર સાહેજ જોયું મારા તરફ
  ને મેં એને ઈશારો સમજી તમારા પ્યારનો …

  તમે આવ્યા ફરી ન મળવા મને કદી ત્યાં
  ને હું તો ખોડાય રહ્યો ત્યાં ને ત્યાં ક્યારનો…

  સીધી વારતા હતી ને હવે એ જગજાહેર છે
  સુરજને ય ક્યાંક ઈંતેજાર હોય છે સવારનો…

  આપણે ય ભલા માણસ છીએ એ કેમ ભુલ્યાં
  આ તો સવાલ છે આપવા લેવાના વહેવારનો…

 2. આપે તો એક વાર સાહેજ જોયું મારા તરફ
  ને મેં એને ઈશારો સમજ્યો તમારા પ્યારનો …

  તમે આવ્યા ફરી ન મળવા મને કદી ત્યાં
  ને હું તો ખોડાય રહ્યો ત્યાં ને ત્યાં ક્યારનો…

  સીધી વારતા હતી ને હવે એ જગજાહેર છે
  સુરજને ય ક્યાંક ઈંતેજાર હોય છે સવારનો…

  આપણે ય ભલા માણસ છીએ એ કેમ ભુલ્યાં
  આ તો સવાલ છે આપવા લેવાના વહેવારનો

  પહેલા ભુલ હતી એ સુધારી છે તો ક્ષમા કરી ડિલિટ કરી સુધારેલ કોમેંટ કે જોડકણુ પોસ્ટ કરશો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.