આપણી વચ્ચે May7 આપણી વચ્ચે કદાચ થોર જેવું કશુંક ઊગે તો ય હું આપણા સ્વપ્નોને શુષ્ક થવા નહીં દઉં. આપણી વચ્ચે અમાસ જેવું કંઈક છવાય તો ય હું આપણાં આંગણે દીપ પ્રગટાવવાનું નહીં વિસરું. આપણી વચ્ચે હું-તું પા-પા કરતું પ્રવેશે તો ય હું ક્ષણોને સદીઓમાં નહીં થીજવું. આપણી વચ્ચે ક્યારેક-કોઈ પળે આપણે ન હોવા જેવા થઈ જઈએ તો ય હું આપણાં આંસુઓને એકલતાના નામે સુખપત્ર આપવાનું નહીં ચૂકું. ( કવિતા ચોકસી )
NICE, KOE PALE N HOVA JAVA THE JEYA TO A HU APANA AASHU O N AEKLTA NA NAME SHUKHPATR APVANU NHI CHUKU. Reply
EKDAM SARAS,,, EKALTANA NAME SUKH PATRA AAPWANU NAHI CHUKU,,,,, aap pramane kavita/ghazal pirsta rahesho. CH@NDR@ Reply
NICE, KOE PALE N HOVA JAVA THE JEYA TO A HU APANA AASHU O N AEKLTA NA NAME SHUKHPATR APVANU NHI CHUKU.
Khub saras lakhta raho ane mokalta raho
EKDAM SARAS,,,
EKALTANA NAME SUKH PATRA AAPWANU
NAHI CHUKU,,,,,
aap pramane kavita/ghazal pirsta rahesho.
CH@NDR@