નથી ને?


પાસે જે સાવ છે તે છેટા તો નથી ને?
ને દૂર છે તે મારી ભેળા તો નથી ને?


ખુદમાં પ્રકાશું છું ને સૌમાં હું પ્રકાશું,
એવી રીતે એ દેખા દેતા તો નથી ને?


લયની પરીને વહેતી મૂકવી છે ગઝલમાં,
વાણીમાં કોઈ ટાંકા-ટેભા તો નથી ને?


પાછું વળી જુએ છે જાતાં જે જનારા,
એને તમારે જાવા દેવા તો નથી ને?


ભરખી જવાના એને તર્કો ને વિચારો,
અરમાનો ક્યાંક મનમાં રેઢાં તો નથી ને?


લેવાય એટલું તો લઈ લીધું છે પાછું,
સ્મરણોય મારાં પાછાં લેવાં તો નથી ને?


જોઈ લીધુંને ધરતી ને ગગન સુધીમાં,
કોઈ તમારા અશરફ જેવા તો નથી ને?


( અશરફ ડબાવાલા )

3 thoughts on “નથી ને?

 1. યાર અશરફ! તમારી બન્ને ગઝલોમા એકાદ શેરમા જબરદસ્ત ફિલસૂફી જોવા મળે છે.
  ખુદમાં પ્રકાશું છું ને સૌમાં હું પ્રકાશું,

  એવી રીતે એ દેખા દેતા તો નથી ને?

  ટેરીફીક

  [અભિપ્રાય લેખન- ફાયરફોક્સમા લિપિકાર એડ-ઓન એક્સટેન્શન ની મદદ થી

  http://www.lipikaar.com/download/firefox ]

 2. bharkhi javana ene tarko ne vicharo
  armano kyank manma redhhan to nathi ne ?
  Ashrafji,,,tamari kalam ma to jadu bharyu
  che,,,,man to chakrave j chadi gayu.
  ghazal/kavita mokalta rahesho..Aabhar.
  Chandra.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.