કોણ આવ્યું


ગાતા રહે છે ગઢવી ગિરનારે કોણ આવ્યું,
ભજનિકને હોશ ક્યાં છે કરતાલે કોણ આવ્યું!


રહેવાનો જિંદગીભર આ દોર આવજાનો,
જોવાનું અંતે એ છે સરવાળે કોણ આવ્યું?


આવી રીતે તને જગમાં દરબદર કરીને,
કાયમ આ તારા ઘરમાં વસવાટે કોણ આવ્યું?


ભીનાશ આંખમાં લઈ પહેરી ગઝલના જામા,
આ સાંજ પર બિરાજી જલપાને કોણ આવ્યું?


દ્વારે ટકોરા મારે છે જિંદગી અધીરી,
અશરફને થાય છે કે અત્યારે કોણ આવ્યું?


( અશરફ ડબાવાલા )

7 thoughts on “કોણ આવ્યું

 1. આવી રીતે તને જગમાં દરબદર કરીને,

  કાયમ આ તારા ઘરમાં વસવાટે કોણ આવ્યું?

  વાહ ! કેટલી ઉચી તત્વ઼જ્ઞાન ની વાત

  આભાર

 2. જો તમને ગુજરાતી વાંચવાનો શોખ હોય,તો મેં એક બ્લોગ શરૂ કર્યો છે જેમાં હું મારી વાર્તાઓ પોસ્ટ કરું છું…સમય મળે નજર નાંખશો…આભાર

 3. ભીનાશ આંખમાં લઈ પહેરી ગઝલના જામા,
  આ સાંજ પર બિરાજી જલપાને કોણ આવ્યું?

  saras…..

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.