માત્ર આંખો જ નહીં


માત્ર આંખો જ નહીં, તારે તો ચહેરો પણ છે,
જૂઠ ના બોલ તારા ઘરમાં અરીસો પણ છે.


એકલો લોટ ના મહેકે આ ગરમ રોટીમાં,
સો ટકા આપણી મહેનતનો પસીનો પણ છે.


જિન્દગી મારી મેં સરખાવી હતી રણ સાથે,
તમને જોયા પછી લાગ્યું કે બગીચો પણ છે.


માત્ર શત્રુ જ નથી મારી પરેશાનીમાં,
સ્નેહીઓ પણ છે, સગાંઓ છે ને મિત્રો પણ છે.


આપની યાદ ને મધરાતનો આ સન્નાટો,
ઘોર અંધારું છે, અંધકારમાં તડકો પણ છે.


આપ આવો તો ખરા, બેસશું, વાતો કરશું,
ને જવું હોય તો દરવાજો છે રસ્તો પણ છે.


કોઈ પણ આપણું એકાંત વફાદાર નથી,
આપણી વચ્ચે ખલીલ આખી આ દુનિયા પણ છે.


( ખલીલ ધનતેજવી )

5 thoughts on “માત્ર આંખો જ નહીં

 1. mane tamari shayari vanchavi khub game che.
  gujarati love letter ane gujarati gazal,kavita,dard ni shayari etc.

 2. mane tamari shayari vanchavi khub game che.
  gujarati love letter ane gujarati gazal,kavita,dard ni shayari etc mara priy che.

 3. Koi pan aapnu ekan’t wafadar nathi
  aapani wache khalil aakhi aa duniya pan che.
  KETALI SUNDAR GHAZAL PIRSI CHE….bahuj pasand aavi
  Heenaji aaj pramane sundar kaavita/ghazal/shayari o pan
  piras jo …..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.