…આપણે

આમ તો આભાસ જેવા આપણે,
ને મળેલા પ્રાસ જેવા આપણે.

ચોતરફ વિસ્તાર છે મૃગજળ તણો
ને મૃગોની પ્યાસ જેવા આપણે.

વરદાન કે અભિશાપ આ ખાલીપણું!
અંતહીન આકાશ જેવા આપણે.

કંઠમાં ના ગીત છે ના ડૂસકું,
કો’ થીજેલા શ્વાસ જેવા આપણે.

છાતીમાં સમદર શબદના ને છતાં,
મૌનના આવાસ જેવા આપણે.

( કૈલાસ અંતાણી )

[આકાશવાણી ૧૨-૨-૯૦]

3 thoughts on “…આપણે

  1. ચોતરફ વિસ્તાર છે મૃગજળ તણો
    ને મૃગોની પ્યાસ જેવા આપણે.

    આ પંક્તિઓ હૃદયને સ્પર્શી ગઈ.

  2. છાતીમાં સમદર શબદના ને છતાં,
    મૌનના આવાસ જેવા આપણે.

    સરસ છે

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.