સંબંધ છે તો મળશું, મળવાનું બાદ ના કર,
નાહક પદાર્થમાંથી પરમાણુ બાદ ના કર.
એના વગર અધૂરી વળગાડની કથા છે,
પડ્યો છે જેમાં પગ એ કૂંડાળું બાદ ના કર.
આદિ ને અંત વિશે તું બોલતો રહે પણ,
વચ્ચે જે છે તે મારું રજવાડું બાદ ના કર.
વૈવિધ્ય ઋતુઓનું ભીતરમાં ભેળવીને,
આંખોનું આ અમારું ચોમાસું બાદ ના કર.
મનના દીવાની સામે બેસીને મગ્ન થા પણ
આખાયે આ નગરનું અજવાળું બાદ ના કર.
તારા ખબર નથી કંઈ એવી આ અવદશામાં,
પરબીડિયું ઉમેરી સરનામું બાદ ના કર.
અશરફ વહી ગયો છે છોને પ્રવાહ સાથે,
જળ પર લખેલું એનું લખવાનું બાદ ના કર.
( અશરફ ડબાવાલા )
સુંદર ગઝલ.
મનના દીવાની સામે બેસીને મગ્ન થા પણ
આખાયે આ નગરનું અજવાળું બાદ ના કર.
અશરફ ડબાવાલાની આ ગઝલ બાદ ના કરવા બદલ આભાર.
આદિ ને અંત વિશે તું બોલતો રહે પણ,
વચ્ચે જે છે તે મારું રજવાડું બાદ ના કર.
very nice gazal..thanks for posting.wonderful blog..
bahuj sari ghazal prastu karwa badal khub khub
AABHAR.
BAHUJ SARI GHAZAL PRASTUT KARWA BADAL
KHUB KHUB “AABHAR..
SHUNDR GUZAL CHA.