સોચ થોરામાં ઘનું

વાત બાવાજી કરેચ, સોચ થોરામાં ઘનુ
કોન કોનું થઈ સકેચ, સોચ થોરામાં ઘનું.

આ બઢી માયા-મહોબત લાગની વલગન બધું
પેટનો ખારો ભરેચ? સોચ થોરામાં ઘનું

વેચવા નીકલે તું તારા પ્રેમની સ્તોરી અગર
દોઢિયું બી સું મલેચ? સોચ થોરામાં ઘનું

ફલ સફરજનનું ન તોડ, બાવા આદમને તું પૂછ
કોને ફલિયું કે કૂદેચ, સોચ થોરામાં ઘનું

ફૂંક કેન્ડલને લગાવી જ્યુબિલીને દિન પતિ
આગ દિલની હોલવેચ, સોચ થોરામાં ઘનું

( ડો. રઈશ મનીઆર )

5 thoughts on “સોચ થોરામાં ઘનું

  1. મને પારસી ભાષા બો ગમે ચ. આવી રચનાઓ મૂકટા રેજો…

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.