ચલો ચલો

ચલો ચલો મુસ્કાન વાવીએ

લ્યો આ આંસુ, આપો હૈયું, આપો થોડીક હૂંફ-

એક નવી પહેચાન વાવીએ!

ચલો ચલો મુસ્કાન વાવીએ…

કૈંક હ્રદયનાં બંધ પડેલાં દ્વાર ઊઘડતાં મેં જોયાં છે,

કૈંક કીકીની સૂની ડાળે ફૂલ મહેકતાં મેં જોયાં છે,

ચલો ફરીથી એકમેકની આંખોમાં જઈ

મહામૂલું સન્માન વાવીએ!

ચલો ચલો મુસ્કાન વાવીએ…

ધરતી નામે સ્વયમ પ્રતીક્ષા એક બીજની રાહ જુએ છે,

જાણે બે નાનકડી આંખો સરસ ચીજની રાહ જુએ છે,

ચલો આપણે અંદર જઈને ગમ્મે ત્યાંથી પણ ગોતીને

મોંઘેરું ઈમાન વાવીએ!

ચલો ચલો મુસ્કાન વાવીએ…

( કૃષ્ણ દવે )

6 thoughts on “ચલો ચલો

 1. એક નવી પહેચાન વાવીએ!

  વાહ ! શું કલ્પના છે !

 2. Bahen Shree Heena ben.
  Jai Shree Krishna.
  I really enjoy the POST.
  Superb! I have missed the Gujarati “Bhasha” a lot.
  But since joining the group it has taken me back to my roots!
  Please don’t get me wrong, we have two Gujarati weekly newspapers published here and we practically get all the GUJARATI Papers from India as well as all the magezines.
  But to read “fresh” “Kavita”! Simply amazing.
  Iloved “Surati Hazhal”
  All the best .
  Jai Hind.
  Jai Bhawani.
  Natu Nagla.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.