છે સામે પરંતુ જડે એમ ક્યાં છે
અડોઅડ છતાંયે અડે એમ ક્યાં છે.
દીવાલો ભલે જર્જરિત હોય તો શું
હજી ઘર અમારું પડે એમ ક્યાં છે.
તૂફાનો શમે-ની નથી શક્યતા તો
ઈરાદાય પાછા પડે એમ ક્યાં છે.
ભલે દર્પણોથી સતત બાખડે સહુ
કોઈ જાત સાથે લડે એમ ક્યાં છે.
જીવ્યે જાઉં છું મારી મસ્તીમાં કાયમ,
તને મારું હોવું નડે એમ ક્યાં છે.
હીરો લઈ હથેળીમાં વીંધ્યાં બજારો,
કોઈ ઘાટ દમતો ઘડે એમ ક્યાં છે.
મલાજો-તરસ-દર્દ-ઈચ્છા-તડપ-ગમ
કોઈ સાથી ‘સાહિલ’ ખડે એમ ક્યાં છે.
( સાહિલ )
ભલે દર્પણોથી સતત બાખડે સહુ
કોઈ જાત સાથે લડે એમ ક્યાં છે.
હીરો લઈ હથેળીમાં વીંધ્યાં બજારો,
કોઈ ઘાટ દમતો ઘડે એમ ક્યાં છે.
su^dara gajhala.
it is very good . keep it up and send regularly
thank you
hemant doshi(mumbai)