મૃત્યુ Jun15 ૧. ચાહવું એટલે જ વિરહ તારો હાથ પકડ્યો ત્યારથી જ એ છૂટવા લાગ્યો’તો આપણે બન્ને એકબીજાના હાથમાં પછી તો રહ્યા કેવળ સ્પર્શ થઈને આ સ્પર્શને કારણે જ આપણે ચાહી શકીએ છીએ એકબીજાને એકબીજા વગર. ૨. તમને ફોલી નાખવામાં આવે ને છીલકું જ ફગાવી દેવામાં આવે તો પણ અંદર ખાલી જ હશો આ ‘ખાલી’ તે તમે છો ને આખી જિંદગી મથો છો ભરવા જગતને તમારાથી- ૩. તમે આસપાસના તંતુઓ કાપી નાખો તો પણ જે ભીતર છે તેને કાપી શકો તેમ નથી એને મૂળ જ નથી એને ઊગવું છે એને ખેંચી કાઢો તો પણ એ છે એ છે મુક્તિ! માત્ર એટલા પૂરતી જ કે તમે એની ઝંખના કરી શકો બાકી, કાબૂ કરવા જાવ તો એ જમીન બદલી કાઢે છે- ૪. આટલે આવ્યા પછી આગળ જોઈ શકાતું નથી ને પાછળ જઈ શકાતું નથી હું છું ત્યાં જ હું છું એની આગળ નથી એની પાછળ નથી હું મને ‘મોબાઈલ’ લાગું છું અટકાવું તો પણ બેટરી ‘લો’ થવાનું અટકે તેમ નથી ને પાવર આવે તેવી શક્યતા નથી કે- ૫. જીવન સત્ય નથી સ્વપ્ન જ સત્ય છે સ્વપ્ન પહેલાં જાગૃતિ હતી એમ લાગે છે સ્વપ્ન પછી હોય પણ ખરી એ જાગૃતિ પણ સત્ય નથી કેમ કે તે અત્યારે નથી હશે જ એવુંય નથી જે છે તે સ્વપ્ન છે ને હશે એ સત્ય ક્યાંય નથી- ( રવીન્દ્ર પારેખ )
આ ‘ખાલી’ તે તમે છો
ને આખી જિંદગી મથો છો
ભરવા
જગતને
તમારાથી-
Too good.
વિચારતાં કરી દે એવાં લઘુ કાવ્યો.
VERY TRUE. CHAHVU ATALEJ VIRAH.
TARO HATH PAKDYO,TYARTHIJ CHHUTAVA LAGIYO.
,,,,,TOOOOOO GOOD.