બધાંએ મળી કંઈક કરવું જ પડશે,
આ વાતાવરણને બદલવું જ પડશે.
ફક્ત ઓળખો છો નહીં એવું ચાલે,
હવે એકબીજાને સમજવું જ પડશે.
તરસ્યા અધરનો ભરમ ભાંગવાને,
સુરાહીને થોડું છલકવું જ પડશે.
મળી રહેશે અજવાળું જગને નિરંતર,
બની સૂર્ય કો’કે સળગવું જ પડશે.
રુદન બેઅસર છે એ જોયું ને જાણ્યું,
ઉદાસીને ત્યાગી હરખવું જ પડશે.
ધરાને ધબકતી સતત રાખવાને,
ગગનને ખરેખર ગરજવું જ પડશે.
અરીસામાં નિજને નિહાળો એ રીતે,
નિખાલસ બની સૌને મળવું જ પડશે.
મળે ના અગર કોઈ પર્યાય ‘નાશાદ’
ગગનના એ ઈશ્વરને નમવું જ પડશે.
( ગુલામ અબ્બાસ ‘નાશાદ’ )
બહુ મઝાની ગઝલ.
saras gazal 6e !
i like it most
મળે ના અગર કોઈ પર્યાય ‘નાશાદ’
ગગનના એ ઈશ્વરને નમવું જ પડશે.
આ ગઝલ માણ્યા પછી ‘વાહ નાશાદ વાહ’ તો કહેવું જ પડશે. આભાર હિનાબેન.
આ ગઝલ માણ્યા પછી ‘વાહ નાશાદ વાહ’ તો કહેવું જ પડશે. આભાર હિનાબેન.
આ ગઝલ માણ્યા પછી ‘વાહ નાશાદ વાહ’ તો કહેવું જ પડશે. આભાર હિનાબેન.