મારા ભાગની ચિંતા

સવારે ઊઠતાં જ મારે

ખાટલાની પાટી ખેંચવી છે

પહેલી તારીખમાં હવે

સત્તર દિવસ બાકી છે

પણ બબલૂની ફી તો ભરવી જ પડશે.

પત્નીની સાથે સંબંધોમાં

શોકને પ્રસંગે જવાનું છે.

કાલ ડેપો પર પાછું મળશે માટીનું તેલ.

મેં એ પણ સાંભળ્યું છે કે

ફિક્કો પડી ગયો છે તાજમહાલનો રંગ.

માથા નીચે રાખેલાં પુસ્તકની મેં

હજી સુધી અડધી જ કવિતાઓ વાંચી છે.

( મદન ગોપાલ લઢા, અનુ. સુશી દલાલ )

મૂળ રાજસ્થાની કવિતા

3 thoughts on “મારા ભાગની ચિંતા

  1. FIKKO PADIGYLO TAJ MAHEL NO RANG, MATHA NHICHA RAKHAL PUSHTK. V.V. NICE. AMSTU HEENA BEN TAMRO BLOK KHUB SHRSH HOY CHA.

Leave a Reply to pinke Cancel reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.