હોઈ પણ શકે

રસ્તો મળ્યો છે તો એ કઠણ હોઈ પણ શકે;
છે ચન્દ્રમા તો એને ગ્રહણ હોઈ પણ શકે.

જોવાનું એ કે એનું હ્રદય સાફ છે ખરું?
માણસ ભણેલો અથવા અભણ હોઈ પણ શકે.

વૈભવ નિહાળી એનો ચકાચૌંધ ના બનો;
શ્રીમંત છે છતાં એ કૃપણ હોઈ પણ શકે.

સંમત થવાની આપને કોઈ ફરજ નથી;
સાચું કે ખોટું મારું વલણ હોઈ પણ શકે.

કાંઠે ભલે ને લાંગરી હોડીઓ હેમખેમ;
આગળ જતાં જ ઊંડું કડણ હોઈ પણ શકે.

જેને ગણીને આંસુ હું નિશ્વાસ નાખતો;
એ આંખમાં નકરું લવણ હોઈ પણ શકે.

સ્વપ્નું થવા સુધીયે ન એ વિસ્તરી શકી
ઈચ્છાનું એ જ બાળમરણ હોઈ પણ શકે.

( ભગવતીકુમાર શર્મા )

6 thoughts on “હોઈ પણ શકે

 1. Wah.khub saras.

  Best lines.
  જેને ગણીને આંસુ હું નિશ્વાસ નાખતો;
  એ આંખમાં નકરું લવણ હોઈ પણ શકે

  Sapana

 2. ભગવતીકુમારની સુંદર ગઝલ

  એકાદ જેવો તેવો શેર મનેય સુઝે છે

  જિંદગીભર દોડ્યા પછીએ તરસ ના પણ છીપે
  પાણી જ્યાં ધારતા તે ઝાંઝવા હોઈ પણ શકે

 3. jene gaNine aansu hu neeswas nakhato
  e aankhama nakaru lavaN hoi pan shake.
  “Heenaben” Bhagwatikuma Sharma ni rachna
  khubaj saras reete prastut kari che.

  Ch@ndr@

Leave a Reply to PIYUSHJI Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.