ક્યાં છે ?

ક્યાં છે યારો ? યારો ક્યાં છે ?

ઝળહળતો જનમારો ક્યાં છે ?

.

સાથ છતાં સથવારો ક્યાં છે ?

એકલતાનો આરો ક્યાં છે ?

.

અગમનિગમના કાગળ લાવે,

એ ખાખી હલકારો ક્યાં છે ?

.

પંકોનાં થર પર થર જામ્યા,

મઘમઘતાં મંદારો ક્યાં છે ?

.

અડાબીડ અંધાર-અરણ્યે,

જૂગનુનો ઝબકારો ક્યાં છે ?

.

આકળ-વિકળ આભ પૂછે છે :

એક ખરેલો તારો ક્યાં છે ?

.

પંચભૂતો રઘવાયાં ભટકે,

ચેતનનો ચમકારો ક્યાં છે ?

.

ચહેરા સાથે ચીપક્યાં સજ્જડ

મ્હોરાંનો હરનારો ક્યાં છે ?

.

કુબ્જા જેવા કુબ્જ જીવનને

રાધા શું કરનારો ક્યાં છે ?

.

( જિતેન્દ્ર કા. વ્યાસ )

Share this

4 replies on “ક્યાં છે ?”

  1. ખરેખર સુંદર … લગભગ બધા જ શેર આસ્વાદ્ય. ખાસ તો એમાં અધ્યાત્મનો રંગ ઝળકે છે તે ખુબ સ્પર્શી જાય તેવો છે.
    પંચભૂતો રઘવાયાં ભટકે,
    ચેતનનો ચમકારો ક્યાં છે ?

    કુબ્જા જેવા કુબ્જ જીવનને,
    રાધા-શું કરનારો ક્યાં છે ?

    તથા અગમનિગમના કાગળ લાવે,
    એ ખાખી હલકારો ક્યાં છે …

    બહોત ખુબ. જિતેન્દ્રભાઈને અભિનંદન અને હીનાબેનનો આભાર સુંદર કૃતિ મૂકવા બદલ.

  2. ખરેખર સુંદર … લગભગ બધા જ શેર આસ્વાદ્ય. ખાસ તો એમાં અધ્યાત્મનો રંગ ઝળકે છે તે ખુબ સ્પર્શી જાય તેવો છે.
    પંચભૂતો રઘવાયાં ભટકે,
    ચેતનનો ચમકારો ક્યાં છે ?

    કુબ્જા જેવા કુબ્જ જીવનને,
    રાધા-શું કરનારો ક્યાં છે ?

    તથા અગમનિગમના કાગળ લાવે,
    એ ખાખી હલકારો ક્યાં છે …

    બહોત ખુબ. જિતેન્દ્રભાઈને અભિનંદન અને હીનાબેનનો આભાર સુંદર કૃતિ મૂકવા બદલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.