ક્યાં છે યારો ? યારો ક્યાં છે ?
ઝળહળતો જનમારો ક્યાં છે ?
.
સાથ છતાં સથવારો ક્યાં છે ?
એકલતાનો આરો ક્યાં છે ?
.
અગમનિગમના કાગળ લાવે,
એ ખાખી હલકારો ક્યાં છે ?
.
પંકોનાં થર પર થર જામ્યા,
મઘમઘતાં મંદારો ક્યાં છે ?
.
અડાબીડ અંધાર-અરણ્યે,
જૂગનુનો ઝબકારો ક્યાં છે ?
.
આકળ-વિકળ આભ પૂછે છે :
એક ખરેલો તારો ક્યાં છે ?
.
પંચભૂતો રઘવાયાં ભટકે,
ચેતનનો ચમકારો ક્યાં છે ?
.
ચહેરા સાથે ચીપક્યાં સજ્જડ
મ્હોરાંનો હરનારો ક્યાં છે ?
.
કુબ્જા જેવા કુબ્જ જીવનને
રાધા શું કરનારો ક્યાં છે ?
.
( જિતેન્દ્ર કા. વ્યાસ )
[…] This post was mentioned on Twitter by Heena Parekh, Gujarati. Gujarati said: apanu.com ક્યાં છે ? – મોરપીંછ: By હિના પારેખ http://heenaparekh.com/2010/08/14/kya-chhe-2/. ક્યાં છે યારો ?… http://tinyurl.com/2c6gwf7 […]

ખરેખર સુંદર … લગભગ બધા જ શેર આસ્વાદ્ય. ખાસ તો એમાં અધ્યાત્મનો રંગ ઝળકે છે તે ખુબ સ્પર્શી જાય તેવો છે.
પંચભૂતો રઘવાયાં ભટકે,
ચેતનનો ચમકારો ક્યાં છે ?
કુબ્જા જેવા કુબ્જ જીવનને,
રાધા-શું કરનારો ક્યાં છે ?
તથા અગમનિગમના કાગળ લાવે,
એ ખાખી હલકારો ક્યાં છે …
બહોત ખુબ. જિતેન્દ્રભાઈને અભિનંદન અને હીનાબેનનો આભાર સુંદર કૃતિ મૂકવા બદલ.