Skip links

ભયની સૂચિ

દરેક વખત ડરતાં રહેવા કરતાં

તો સારું છે

એક વાર

ડરનું પોતાનું

લિસ્ટ બનાવી લે

જાણી લે

એમના વિશે

અને પછી ડરવું

એક-એકથી

.

ડર આવે સૌથી પહેલાં

એ બારણેથી

જે ખુલ્લું હતું

એ કહેતાં-

અમે તમને ભય-મુક્ત કરીશું

કોને કહીએ એ વખતે

અને હમણાં પણ કોને કહીએ

સૌથી વધારે એમનાથી જ ડરીએ છીએ.

.

ભયભીત કર્યા ગુરુજનોએ

સૌથી વધારે

પિતૃઓએ ભયભીત કર્યા

સ્વામી, પ્રિયજન, સગાસંબંધીઓએ પણ…

.

મિત્રોથી પણ ઊંડે ઊંડે ભયભીત છીએ

કોણ જાણે ક્યરે કોણ ખતમ કરશે

વિશ્વાસોથી

.

બહુ દૂરથી

એક ઈશારામાં

સમગ્ર સૃષ્ટિ નષ્ટ કરવાવાળાથી

ડરેલા છીએ,

અને ડરતાં રહીએ છીએ પળેપળે

એકલા સૂતાં-જાગતાં ભીડમાં

પણ પોતાના પડછાયાથી પણ ડરીએ છીએ

.

ડર બહાર ઘાયલ થવાના

ભીતર પડ્યા પડ્યા મરી જવાના

લૂંટાઈ જવાના, સપનાના, ભયથી

ભર નિદ્રામાં ડરવાના

સ્વપ્નામાં જાતે મરી જવાના ભયથી

.

સહેલું નથી લિસ્ટ બનાવવાનું

ડરનું

ભયભીત કંપિત કરી મૂકે છે

આટલા બધા ભય વિચારીને

અને જાણીને એમનાં કારણો.

.

( અંબિકા દત્ત, અનુ. સુશી દલાલ )

Leave a comment

  1. Post comment

    વજેસિંહ પારગી says:

    અલગ અલગ કલ્પનો દ્વારા ભયની વ્યાપકતાને સુપેરે અભિવ્યક્તિ મળી છે. ચોટદાર અને મર્મસ્પર્શી કાવ્ય.

  2. Post comment

    વજેસિંહ પારગી says:

    અલગ અલગ કલ્પનો દ્વારા ભયની વ્યાપકતાને સુપેરે અભિવ્યક્તિ મળી છે. ચોટદાર અને મર્મસ્પર્શી કાવ્ય.