બસ એ જ તો તકલીફ છે

ખોઈ બેઠો છું ચરણ બસ એ જ તો તકલીફ છે

તાગવું છે તપ્ત રણ બસ એ જ તો તકલીફ છે

.

સાવ જે સામે ઊભા એ હાથ ના ઝાલી શકે

ખૂબ ઊંડું છે કળણ બસ એ જ તો તકલીફ છે

.

એક યુગને આંબવાની હોડ માંડી આપણે

છે સિલકમાં એક ક્ષણ બસ એ જ તો તકલીફ છે

.

જન્મની સાથે ખુશી થાતા અહીં પ્રત્યેક, પણ

હોય છે સાથે મરણ બસ એ જ તો તકલીફ છે

.

દ્રશ્ય તો ચોખ્ખાં ચણક ચીતરેલ છે ચારે તરફ

આંખ પર છે આવરણ બસ એ જ તો તકલીફ છે

.

હોય ના સુખ જે કદી એ શોધવા દોડ્યા કરે

દોસ્ત અહીં પ્રત્યેક જણ એ જ તો તકલીફ છે

.

( ઉર્વીશ વસાવડા )

Share this

4 replies on “બસ એ જ તો તકલીફ છે”

  1. સુંદર ગઝલ. બધા જ શેર સરસ થયા છે. બસ એ જ તો તકલીફ છે – જેવો મજાનો રદિફ લઈ સુંદર ન્યાય આપ્યો છે.

  2. સુંદર ગઝલ. બધા જ શેર સરસ થયા છે. બસ એ જ તો તકલીફ છે – જેવો મજાનો રદિફ લઈ સુંદર ન્યાય આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.