જીવનમાં તો ઘણા એવા સરસ મુકામ આવે છે;
અમે કરતા નથી કૈં પણ અમારું નામ આવે છે.
.
અમે તો એટલા માટે વિગતને સાચવી બેઠા;
ઘરે હો સંઘરેલો સાપ તો એ કામ આવે છે.
.
‘નથી પીતો’, ‘નહીં પીઉં’, હકીકત કોણ સમજાવે ?
છતાં સાકીના હાથે કાં ભરેલા જામ આવે છે ?
.
ડરો ના મોતથી હરદમ, ખરેખર આવશે નક્કી;
ખુદાના હાથથી મળતું સહજ ઈનામ આવે છે.
.
ન છેડો કોઈ પણ એને, જવા દો એકલો એને;
બળેલું દિલ લઈને કોઈ એ ગુલ્ફામ આવે છે.
.
( અહમદ મકરાણી )
જીવનમાં તો ઘણા એવાં સરસ મુકામ આવે છે
અમે કરતાં નથી કૈં પણ અમારુ નામ આવે છે
ખૂબજ સુંદર રચના !
આભાર !
http://das.desais.net
જીવનમાં તો ઘણા એવાં સરસ મુકામ આવે છે
અમે કરતાં નથી કૈં પણ અમારુ નામ આવે છે
ખૂબજ સુંદર રચના !
આભાર !
http://das.desais.net
saras…wah wah
saras…wah wah