ગઝલ ગુચ્છ – ૫ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

થઈ ગયું આંગણ સમજણું મોકલું છું,

બહાવરું બેચેન હરણું મોકલું છું.

.

લાગતું છો સાવ તરણું, મોકલું છું,

આખરી પળનું છે શરણું મોકલું છું.

.

કે દિવસ ફરશે એ આશે કૈંક રાતો,

જાગતું બેઠેલ શમણું મોકલું છું.

.

નામ પડતાં પહાડ તોડી નીકળ્યું છે,

શબ્દનું આ એ જ ઝરણું મોકલું છું.

.

સાચવ્યું “મિસ્કીન” તરસી આંખ લઈને,

નભ અષાઢી નીલવર્ણું મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

Share this

4 replies on “ગઝલ ગુચ્છ – ૫ – રાજેશ વ્યાસ “મિસ્કીન””

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.