છે ગજબની ધૂન બેરખ મોકલું છું,
અલ્પ છે એનેય મબલખ મોકલું છું.
.
ઝળહળે આઠે પ્રહર ચખ મોકલું છું,
સોનવરણી એક પાલખ મોકલું છું.
.
કાલ સુધી આંખનું પાણી હતું એ,
આજ થઈ ચાલ્યું છે અબરખ મોકલું છું.
.
રણ મહીં એણે જ નંદનવન રચ્યાતા,
તું વગર સૂની છે ધખધખ મોકલું છું .
.
( રાજેશ વ્યાસ “મિસ્કીન” )