સમજાય તો સારું – બી. કે. રાઠોડ

ઈશારો મૂક પથ્થરનો, તને સમજાય તો સારું.

સવેળા અર્થ ઠોકરનો, તને સમજાય તો સારું.

.

જગતની રંગભૂમિ પ,ર તમાશો જિંદગીનો છે,

મજાનો ખેલ ઈશ્વરનો, તને સમજાય તો સારું.

.

વધારો થાય માત્રાનો, પછી હર ચીજ બૂરી છે,

ટકોરો છે ખરેખરનો, તને સમજાય તો સારું.

.

સુનામી રૂપ લૈ કાં બંધનો તોડ્યાં કિનારાએ….?

બળાપો સાત સાગરનો, તને સમજાય તો સારું.

.

ન જાણે મોત કેવું રૂપ લઈને આવશે તારું,

હશે કિસ્સો ઘડીભરનો, તને સમજાય તો સારું.

.

લખી છે વાત દિલની મેં અહીં બેચાર ગઝલોમાં,

ઝુરાપો જિંદગીભરનો, તને સમજાય તો સારું.

.

( બી. કે. રાઠોડ )

Share this

4 replies on “સમજાય તો સારું – બી. કે. રાઠોડ”

  1. રચના તો સુંદર છે. પણ “તને” ની જગ્યાએ મને મૂકવાની જરુર લાગી. “તને” થોડી ગેરસમજ ઉભી કરે છે. “તને” કહીએ એટલે એમ લાગે કે આ બોધ વચનો મારા માટે નથી પણ અન્ય માટે છે. ઘણી બધી વાતો આપણને ખબર છે પણ સમજાતી નથી. બસ સમજાઈ જાય તો બેડો પાર. પણ સમસ્યા એ છે કે આપણી દૃષ્ટિ સદા બીજાપર હોય છે આપણે આપણી જાતને જોઈ શકતા નથી. આપણે આપણી જાતને જોતાં થઈએ એટલે જીવનમાં ઊદ્વગતી શરુ થાય છે. એને આજની ભાષામાં ધ્યાન કહે છે.

  2. રચના તો સુંદર છે. પણ “તને” ની જગ્યાએ મને મૂકવાની જરુર લાગી. “તને” થોડી ગેરસમજ ઉભી કરે છે. “તને” કહીએ એટલે એમ લાગે કે આ બોધ વચનો મારા માટે નથી પણ અન્ય માટે છે. ઘણી બધી વાતો આપણને ખબર છે પણ સમજાતી નથી. બસ સમજાઈ જાય તો બેડો પાર. પણ સમસ્યા એ છે કે આપણી દૃષ્ટિ સદા બીજાપર હોય છે આપણે આપણી જાતને જોઈ શકતા નથી. આપણે આપણી જાતને જોતાં થઈએ એટલે જીવનમાં ઊદ્વગતી શરુ થાય છે. એને આજની ભાષામાં ધ્યાન કહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.