મને ન શોધો – ભગવતીકુમાર શર્મા

મને ન શોધો ડોટ-કોમમાં;

હું છું કેવળ હરિઓમમાં.

.

પોથી, પુસ્તક, માળા ફોગટ;

રામનામ છે રોમ-રોમમાં.

.

કુંડળીમાંથી છલાંગ મારું;

પકડાઉં ના શુક્ર-સોમમાં.

.

માટીમાં છે મૂળિયાં મારાં;

વ્યક્ત કદી ના થાઉં વ્યોમમાં.

.

કુંડ, અગ્નિ ને ઋત્વિક હું છું,

હું હોમાઉં હવન-હોમમાં.

.

કફન ખસ્યું તો ફૂલ નીકળ્યા;

કબીર ક્યાં છે કોઈ કોમમાં ?

.

( ભગવતીકુમાર શર્મા )

Share this

8 replies on “મને ન શોધો – ભગવતીકુમાર શર્મા”

  1. મુ.શ્રી ભગવતીકુમારજીની ટૂંકી બહરની વધુ એક સુંદર,નજાકતપૂર્ણ અને સશક્ત અભિવ્યક્તિ-
    અંતિમ શેરની ચોટ તમતમી ઊઠે એવી અસરકારક રહી.
    સલામ દાદા…!

  2. મુ.શ્રી ભગવતીકુમારજીની ટૂંકી બહરની વધુ એક સુંદર,નજાકતપૂર્ણ અને સશક્ત અભિવ્યક્તિ-
    અંતિમ શેરની ચોટ તમતમી ઊઠે એવી અસરકારક રહી.
    સલામ દાદા…!

  3. ખુબજ સરસ
    કફન ખસ્યું તો ફૂલ નીકળિયા
    વાહ

  4. ખુબજ સરસ
    કફન ખસ્યું તો ફૂલ નીકળિયા
    વાહ

Leave a Reply to deepak Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.