હોય છે – શ્યામલ મુનશી

એટલું ઊંઘી જવાતું હોય છે

કે બધું ભૂલી જવાતું હોય છે.

.

દોર જો લીસ્સી થયેલી હોય તો,

ગાંઠથી ખૂલી જવાતું હોય છે.

.

બાળપણની યાદ આવી જાય ને,

ડાળ  પર ઝૂલી જવાતું હોય છે.

.

ઘાત જળની જેમ ફળતી હોય છે,

આંખમાં ડૂબી જવાતું હોય છે.

.

એક વેળા આઈનામાં જોઈને,

એકદમ તૂટી જવાતું હોય છે.

.

આંખ તો અટક્યા વિના ચાલ્યા કરે,

શ્વાસથી ખૂટી જવાતું હોય છે.

.

( શ્યામલ મુનશી )

Share this

4 replies on “હોય છે – શ્યામલ મુનશી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.