વિજોગણ – ડો. ગુણવંત શાહ

બાવળના કાંટાને છાંયડે હું બેઠી

ને તોય મને લાગે છે ગુલછડીની લૂ;

વાલમનો સંદેશો લઈને પારેવડું

ઘૂઘવે છે ક્યારનું ઘેલું ઘેલું !

.

બળતા બપ્પોરનો તડકો ચીરે છે

એક તરસી તળાવડીનાં જંપેલાં નીર;

આડે પડખે પોઢ્યાં શમણાંને પજવે છે

કોની આ વાતનો વહેતો સમીર.

ક્યારની આ દેહમાંથી નીસરી હું બહાર

હવે તારે ઓશીકે અઢેલું !

.

અંધારું ભરખી જાય કોઈ એક આગિયો

કે સૂરજને શોષે આકાશ

આમ તો હું એકલી ને તોય મને લાગે છે

તું તો મારી ભીતર; ચોપાસ.

ચૂમતાં હું થાકું નહિ તારી ચબરખી

હું તો એકલી પૂનમનો રાસ ખેલું.

.

( ડો. ગુણવંત શાહ )

Share this

2 replies on “વિજોગણ – ડો. ગુણવંત શાહ”

  1. બસ ચબરખી ચૂમ્યા જ કરવાની કે જવાબ આપવાનો ય રીવાજ હોય???

  2. બસ ચબરખી ચૂમ્યા જ કરવાની કે જવાબ આપવાનો ય રીવાજ હોય???

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.