કૃષ્ણ બધુંય જાણે છે – મુકેશ જોષી

નયન આમ ન થાવ અધીરાં કૃષ્ણ બધુંય જાણે છે,

હ્રદય વાગતું કે મંજીરા કૃષ્ણ બધુંય જાણે છે.

.

આરસના મ્હેલોમાં રાણો સ્વયં થતો ખંડેર હશે,

ઠેઠ સુધી ના સમજાયું કે કોણે પીધું ઝેર હશે.

હસી પડીને બોલ્યાં મીરાં કૃષ્ણ બધુંય જાણે છે.

.

પાંચ પાંચ દીવાઓ તોય અંધારું રોકાયું નહીં,

મનમાં પડતાં ચીરા કોઈ ચંદન થઈ ડોકાયું નહીં.

પહેલાં પૂર્યાં ચીર કે ચીરા કૃષ્ણ બધુંય જાણે છે.

.

પાંજારાના નાદે કોઈ જાત ભૂલી પીંજાઈ ગયું,

ગોકુળિયું તો ઠીક આખું બરસાના ભીંજાઈ ગયું,

કેમ ઊડાડ્યા જાતના લીરા કૃષ્ણ બધુંય જાણે છે.

.

( મુકેશ જોષી )

.

[ બરસાના = રાધાનું ગામ ]

Share this

5 replies on “કૃષ્ણ બધુંય જાણે છે – મુકેશ જોષી”

  1. સંવેદનશીલ – અને હા ક્રિષ્ના ય બધું જાણે જ છે….

  2. સંવેદનશીલ – અને હા ક્રિષ્ના ય બધું જાણે જ છે….

  3. સંવેદનશીલ – અને હા ક્રિષ્ના ય બધું જાણે જ છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.