તું – ગુણવંત શાહ

શ્વાસ-ઉચ્છવાસની વણથંભી આ વણઝાર

ચક્કર ચક્કર ફરતી

આ દુનિયાને મેલી પડતી

ક્યાંક દૂર ચાલી નીકળીએ ઓ પાર !

ક્યાં સુધી ખમતાં રહીશું

કોમળ પાંદડીઓના આ પ્રહાર

ને

ક્યાં સુધી વહ્યા કરીશું

જનમોજનમના સંયોગ-વિયોગનો આ મિથ્યા ભાર !

ભૂંસાઈ ગયેલાં પગલાંને સૂંઘીસૂંઘીને

રિસાઈ ગયેલાં ડૂસકાંનો સંગાથ –

આખરે આપણે પહોંચવું છે ક્યાં !

ચક્કર ચક્કર ફરતાં ટાયરોની ગતિ !

ચિચિયારીથી કાન ભરાઈ ગયા છે, ધરાઈ ગયા છે;

આંખો સૂજી ગઈ છે; જાળમાં તરફડતી માછલીઓને જોઈને !

ક્યાંક ચાલી નીકળીએ, યાર !

જ્યાં ફૂલ હોય પણ બાગ ન હોય;

જ્યાં નદી નિરાંતે વહેતી હોય; પણ ઓવારો નહીં હોય;

જ્યાં જંગલ હોય પણ કેડી નહીં હોય;

જ્યાં કશું જ ન હોય અને એમ બધું જ હોય;

તું હોય

માત્ર

તું !

.

( ગુણવંત શાહ )

Share this

2 replies on “તું – ગુણવંત શાહ”

  1. હું તો બધે જ છું જ્યાં ‘તું’ મને ઈચ્છે…!!!

  2. હું તો બધે જ છું જ્યાં ‘તું’ મને ઈચ્છે…!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.