મળવું તારું…. – શ્યામલ મુનશી

મળવું તારું

અણધાર્યા વરસાદ પછી ભીની માટીની સોડમ જેવું,

મળવું તારું

સૂની રાતે મહેકી ઊઠતી રાતરાણીની ફોરમ જેવું.

.

મળવું તારું

પગનાં તળિયે સ્પર્શ કરીને વહી જતાં એક ઝરણા જેવું,

મળવું તારું

એક સવારે યાદ રહેલા કોઈ અધૂરા શમણા જેવું.

.

મળવું તારું

સ્મિત સંગાથે ગાલે ક્ષણભર ખીલી જતા એક ખંજન જેવું,

મળવું તારું

ફૂલના કાને વાત કરીને ઊડી જતા એક ગુંજન જેવું.

.

મળવું તારું

શાંત નીર પર લહેર હવાની અડી જતી ને ઊઠ્યા તરંગો,

મળવું તારું

જાણે આવે કોઈ પરી પહેરીને મેઘધનુષી રંગો.

.

મળવું તારું

શાથી આવ્યું ? ક્યાંથી આવ્યું ? કેમ કરીને રાખું ઝાલી ?

મળવું તારું

સાવ અકારણ ! સાવ અમસ્તુ ! બસ આમ જ ને ! ખાલી ખાલી !

.

( શ્યામલ મુનશી )

Share this

4 replies on “મળવું તારું…. – શ્યામલ મુનશી”

  1. મળવું મારું….કેમ? ક્યારે? કેવી રીતે? કયા કારણો થી? એના થી તો હું પણ તારી જેમ જ અજાણ છું…

  2. મળવું મારું….કેમ? ક્યારે? કેવી રીતે? કયા કારણો થી? એના થી તો હું પણ તારી જેમ જ અજાણ છું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.