ધોધમાર વરસાદ – મનીષ પરમાર Jun9 ધોધમાર વરસાદ પાછો આવશે, પર્વતોમાં સાદ પાછો આવશે. . ફૂટતા’તા મોરના ટહુકા સતત- ઘાસમાં ઉન્માદ પાછો આવશે. . એક ખેતર પત્ર જેવું કોરું છે, ચાસનો અવસાદ પાછો આવશે. . હું મને ભૂલી ગયો એવું બન્યું- પત્ર વરસો બાદ પાછો આવશે. . ફૂલ ખીલે કોઈના અરમાનનું, ખાનગી સંવાદ પાછો આવશે. . ( મનીષ પરમાર )
ક્યાંય જશે જ નહિ કંઈ, તો પાછું શું આવશે?